ભાવનગરમાં નાના ભૂલકાઓના આરોગ્ય સાથે ચેડા….

0
193

ભાવનગર શહેરના રુવા ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં ઈયળ નિકળવાની ઘટનાને પગલે આઇસીડીએસ વિભાગની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ ઘટી ચૂકેલા છે, ત્યારે હાલમાં ખોરાકમાં નીકળેલી ઈયળને પગલે તંત્ર પાસે જવાબ પણ ઉચક નિચક મળી રહ્યો છે

ભાવનગર શહેરમાં કુલ 316 જેટલી આંગણવાડીઓ આવેલી છે ત્યારે રૂવા ગામમાં આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં ઈયળ મળી આવી હતી. જેને પગલે સ્થાનિક આઈસીડીએસ વિભાગના તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

રુવા ગામમાં નાસ્તામાં નીકળેલી ઈયળ ના પગલે આઈસીડીએસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ અમને નાસ્તામાં ઈયળ નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ પ્રાથમિક અમે આ નાસ્તો બાળક તેના ઘરેથી લાવ્યું હતું કે ત્યાં આંગણવાડીમાં આપવામાં આવ્યો હતો. તંત્ર તરફથી તેની ચકાસણી કરવામાં આવશે. સત્ય સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી થઈ શકે છે. જો અમારો નાસ્તો હશે તો પગાર કપાત અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.