મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત

0
1314

પોલીસે રાજભવન ખાતે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે. પોલીસે અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી છે. નોંધનીય છેકે, રાજસ્થાનની ગેહલોત સરકાર પાસે બહુમતી હોવા છતાં વિધાનસભા સત્ર બોલાવવાની પરવાનગી ન મળતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેના પગલે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તેમજ કાર્યકરો રાજભવન પાસે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. જોકે પોલીસે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવા પર તમામની અટકાયત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here