ઓડિશામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 14 જાન્યુઆરી મકરસંક્રાતિ અને પોંગલના દિવસે ધાર્મિક સમારંભમાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ઋષિકેશ અને હરિદ્વાર ખાતે ગંગામાં પવિત્ર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે મકરસંક્રાતિને પગલે દર વર્ષે 8 જાન્યુઆરીથી 16 જાન્યુઆરીની વચ્ચે યોજાતા વાર્ષિક ગંગાલસાગર મેળાનું આ વખતે આયોજન કરવામાં આવશે તો તેનાથી કોરોના વધુ પ્રમાણમાં ફેલાશે.
આ ચેતવણીનેપગલે ગંગામાં પવિત્ર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને મકરસંક્રાતિએ ગંગામાંપવિત્ર સ્નાન ન કરવાના નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે.
હરિદ્વાર જિલ્લાના મેજિસ્ટ્રેટ વિનય શંકર પ્રસાદ અને દેહરાદૂન જિલ્લાના મેજિસ્ટ્રેટ આર રાજેશ કુમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે હરિદ્વાર અને ઋષિકેશના ઘાટો પર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મકરસંક્રાતિના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડૂબકી મારે છે.