મનપા તંત્ર હવે પાણી અને ગટરવેરાની વસૂલાત કરશે…!!!

0
1201

ગાંધીનગરમાં પાણી અને ગટરવેરાની વસૂલાત હવે પાટનગર યોજના વિભાગને બદલે મહાનગરપાલિકા દ્વારા
મિલકતવેરાની સાથેજ કરવામાં આવશે અને વેરા પેટે મળનારી ૩ કરોડથી વધુની આવક
પાટનગર યોજના વિભાગને આપી દેવામાં આવશે. પાટનગરમાં રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં પાણી અને
ગટરની વ્યવસ્થા પાટનગર યોજના વિભાગ દ્વારા સંભાળવામાં આવી રહી છે. આ
બંને સુવિધાઓ પાછળ, વાર્ષિક કરોડો રૂપિયાના જંગી ખર્ચા સામે નજીવી આવક થાય છે. આ
વસૂલાત યોગ્ય રીતે થાય અને વેરો પૂરો થાય તે માટે વિભાગ દ્વારા વસૂલાતની જવાબદારી મહાનગરપાલિકાને જ સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આગામી સમયમાં ૨૪ કલાક
પાણીનો પ્રોજેક્ટ અમલમાં મૂકાઈ રહ્યો છે અને સ્માર્ટસિટી અંતર્ગત મનપા દ્વારા નવી ગટરલાઈનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જવાબદારી સંભાળતા પૂર્વે મિલકતવેરા સાથે જ પાણી અને
ગટરવેરાની વસૂલાત માટેની વ્યવસ્થાનું આગોતરું આયોજન પણ થઈ રહ્યું છે. દરેક નાગરિકે ફરજિયાતપણે આ વેરો ભરવો પડશે અને મનપા દ્વારા પાણી અને ગટરવેરા પેટે વસૂલાયેલી રકમ પાટનગર યોજના વિભાગને પહોંચતી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here