રાજધાનીના નિજામુદ્દીન સ્થિત મરકજ બિલ્ડિંગમાં સ્થિત 24 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને આપી છે. તેમણે કહ્યું કે સોમવારથી અત્યાર સુધીમાં 300 લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 700થી 800 લોકોને ક્વારન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે દેશમાં લોકડાઉન હતું, તે સમયે આ પ્રકારની ગતિવિધિ કરવી એ ગુનો છે.
સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે અમે એ ન જણાવી શકીએ કે મરકજ બિલ્ડિંગમાં કેટલા લોકો હાજર હતા, જોકે તે સંખ્યા 1500થી 1700 હોઈ શકે છે. 1033 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાજધાનીમાં ડિજાસ્ટર એક્ટ એન્ટ કોન્ટીજિશિયસ ડિસીસ એક્ટ લાગુ હતા. આ અંતર્ગત 5થી વધુ લોકો એકત્રિત ન થઈ શકે. તેમ છતાં પણ તેઓ એકત્રિત થયું. મેં દિલ્હીના એલજીની વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં આપ્યું છે. આ સિવાય દિલ્હી સરકાર એફઆઈઆર નોંધાવવા જઈ રહી છે. બીજી તરફ દિલ્હી સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.