મલ્હાર ઠાકર અને પૂજા જોશીના ઘરમાં નાના મહેમાનની એન્ટ્રી….

0
468

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશીના ઘરમાં નાના મહેમાનની એન્ટ્રી થવાની છે. ગુજ્જુ સેલેબ્સે 23 જૂને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ખુશખબરી શેર કરી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ગયા વર્ષે 26 નવેમ્બરે અમદાવાદમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. ત્યારે લગ્નના સાત મહિના બાદ કપલે માતા-પિતા બનવાની ખુશખબર આપી છે.પૂજા જોષીએ અને મલ્હાર ઠાકરે 23 જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરી હતી. આ જાહેરાત બાદ તેમના ચાહકો તેમજ ગુજ્જુ સેલેબ્સે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મલ્હાર અને પૂજા 26 નવેમ્બર, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. અમદાવાદમાં યોજાયેલા લગ્ન સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારોએ હાજરી આપી હતી.