અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીની મદદે વનતારા

0
362

અમદાવાદની148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉચ્ચ અવાજ અને ભીડને કારણે ત્રણ હાથીઓ ઉશ્કેરાયા હતા. વનતારાની ઝડપી પ્રતિક્રિયાએ હાથીઓને શાંત કર્યા અને તેમનું સુરક્ષિત સ્થળાંતર કર્યું. વનતારાના નિષ્ણાતો, પશુચિકિત્સકો અને મહાવતોએ તાત્કાલિક સારવાર અને સહાય પૂરી પાડી.148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાથીઓ ઉશ્કેરાઈ જતા સર્જાયેલી પરિસ્થિતિમાં, વન્યજીવન કલ્યાણ અને સુરક્ષા માટે કાર્યરત સંસ્થા વનતારાએ તરત જ પોતાના નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. શોભાયાત્રા દરમિયાન ઉચ્ચ અવાજ અને ભારે ભીડના કારણે એક નર હાથી ગભરાઈ જતાં તેણે હરોળ તોડી દીધી અને દોડી ગયો. તેની સાથે અન્ય બે હાથીઓ પણ દોડ્યા, જેના કારણે યાત્રામાં થોડીક સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી.

વનતારાની ઇમરજન્સી ટીમ, જેમાં વન્યજીવ તબીબો, અનુભવી મહાવત અને સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, તાત્કાલિક મદદરૂપ બની. ટીમે હાથીઓનું તબીબી નિરીક્ષણ કર્યું, માનસિક સહાય પૂરી પાડી અને જરૂરિયાત મુજબ સલામત રીતે કાબૂ મેળવ્યો.