Home Hot News મહાકુંભના સમાપન પર સાત ગ્રહો એકસાથે ભારતભરમાં દેખાશે….

મહાકુંભના સમાપન પર સાત ગ્રહો એકસાથે ભારતભરમાં દેખાશે….

0
469

પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી આકૅશમાં વિવિધ ગ્રહો નરી આંખે દેખાઈ રહ્યા છે ત્યારે મહાકુંભના સમાપન સમયે પણ ભારતમાંથી સાત ગ્રહો એક સીધી લાઇનમાં જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ દેખાવા લાગ્યા હતા. ૨૬ ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાનનો છેલ્લો દિવસ છે ત્યારે પણ સૂર્યમંડળના સાત ગ્રહો એકસાથે ભારતભરમાં જોવા મળશે. આ અદ્ભુત નઝારો બની રહેશે. સૂર્યમંડળના સાતેય ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન રાતના સમયે જોવા મળશે. આ તમામ ગ્રહો આકૅશમાં દેખાશે એ મહાકુંભના આયોજન અને આ વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમાગમને અનોખું મહત્ત્વ પ્રદાન કરે છે.કેટલાક લોકોનું કહેવું છે કે આ બ્રહ્માંડીય ઘટના તમારી આધ્યાત્મિક ઊર્જાને વધારી શકે છે. આ ગ્રહો દેખાતા હોવાની શરૂઆત જાન્યુઆરીમાં મહાકુંભના પ્રારંભ સાથે છ ગ્રહ સાથે થઈ હતી અને સમાપન સમયે સાતેય ગ્રહ જોવા મળશે.