‘મહા’ વાવાઝોડાની અસર : દીવ, દ્વારકા, સોમનાથનાં દરિયાકાંઠા કરાયા ખાલી

0
1069

મહા વાવાઝોડા  અંગે ગુજરાત  માટે રાહતનાં સમાચાર છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, 7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા મહા વાવાઝોડું નબળું પડતુ જશે. આવતી કાલે 70થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. મહાની અસરથી બચવા માટે તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. ત્યારે આજે સવારથી જ દીવ, દ્વારકા, સોમનાથનાં દરિયાકાંઠામાંથી પ્રવાસીઓને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.

દ્વારકામાં વાવાઝોડાનો ખતરો જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી તંત્ર અલર્ટ બની ગયું છે. એનડીઆરએફની ટીમ પણ દ્વારકામાં આવી પહોંચી છે. જેના કારણે દ્વારકાનાં સમુદ્ર કિનારે તેમજ બીચ પર પર્યટકો તેમજ સ્થાનિક લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા પર્યટકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આજથી ત્યાંની ફેરી બોટ પણ બંધ કરી દેવામાં આવી છે. જેથી આજથી ત્રણ દિવસ બેટદ્વારકાનાં દર્શન પણ કોઇ કરી નહીં શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here