મુંબઈ પોલીસ સૈફ અલી ખાનનું નિવેદન નોંધવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી

0
73

સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં આવેલા અજાણ્યા શખ્સે કરેલા હુમલા બાદ તેઓ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસ બે દિવસ બાદ સૈફ અલી ખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી પરંતુ સૈફને બોલવામાં મુશ્કેલી હોવાથી નિવેદન લઈ શકી ન હતી. સૈફ અલીખાન પર મંગળવારે રાત્રે થયેલા હિચકારા હુમલા બાદ તેએ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આજે મુંબઈ પોલીસ પણ સૈફ અલીખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. જો કે પોલીસે ગઈકાલે ગુરુવારે સાંજે પણ સૈફનું નિવેદન લેવા માટે ગઈ હતી. ત્યારે ફક્ત કરીનાનું નિવેદન લઈ શકી હતી. સૈફ અલી ખાનને બોલવામાં મુશ્કેલી હોવાથી તેનુ નિવેદન લઈ શકી ન હતી. લીલાવતી હોસ્પિટલના પ્રાઈવેટ સુટમાં સેફ એડમિટ છે. હાલ કરીનાએ પોલીસને અપીલ કરી છે કે સૈફને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે તે અંગેની કોઈ જ જાણકારી જાહેર કરવામાં ન આવે તેનાથી તેના પરિવારની મુશ્કેલી વધી શકે છે.