મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક

0
827

મુખ્યમંત્રીએ કોવિડ-19ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઉદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પુનઃનિર્માણ-પુનઃગઠનની ભલામણો સૂચવવા રચેલી ઉચ્ચસ્તરીય સમિતિનો વચગાળાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતિએ બે સપ્તાહમાં તૈયાર કરેલો વચગાળાનો અહેવાલ-ઇન્ટરીમ રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આજે મળેલી પ્રથમ બેઠકમાં સુપ્રત કર્યો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવિડ-2019ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુન:નિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝિકલ પુનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here