મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પૉલિસી જાહેર કરી

0
1088

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પૉલિસી જાહેર કરવામાં આવી છે. નવી પૉલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટૂરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતનાં સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લહાવો મળશે. નવી હેરિટેજ ટૂરિઝમ પૉલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા-રજવાડાંના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્ત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપૂર લાભ લઈ શકશે.

આ પૉલિસીથી રાજ્યના પ્રવાસન અને ટૂરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. સાથે જ વિદેશી હૂંડિયામણ પણ મેળવીને વધુ આવક મેળવી શકાશે. આ પૉલિસી મુજબ ગુજરાતમાં રાજા-રજવાડાંના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઇમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હવે હેરિટેજ હોટેલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બૅન્ક્‌વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરાં શરૂ કરી શકાશે. જેથી ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાંની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટેલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બૅન્ક્‌વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરાં બની શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here