મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનો દબદબો

0
11

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા 17મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન (IFFM) 2026માં ભારતીય સિનેમાએ વિવિધ ભાષાઓ અને કેટેગરીમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ફેસ્ટિવલમાં મુખ્ય ફિલ્મો ઉપરાંત OTT, ઇન્ડિપેન્ડન્ટ સિનેમા અને ડોક્યુમેન્ટરીને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

આ વર્ષે ‘Lokah Chapter 1: Chandra’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ‘Kantara: A Legend – Chapter 1’ માટે રિષભ શેટ્ટીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. રિષભ શેટ્ટીને ‘Leadership in Cinema’ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અભિનેતા દુલકર સલમાનને ‘Kaantha’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે કિર્તિ કુલ્હારીને ‘Full Plate’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ મળ્યો. OTT કેટેગરીમાં વિજય વર્માને ‘Matka King’ માટે બેસ્ટ એક્ટર અને રસિકા દુગ્ગલને ‘Delhi Crime 3’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. ‘Freedom At Midnight Season 2’ને બેસ્ટ સિરીઝ જાહેર કરવામાં આવી.

વેટરન અભિનેત્રી રેખાને Excellence in Cinema Award, જ્યારે પંકજ ત્રિપાઠીને Artist of Distinction સન્માન આપવામાં આવ્યું. અભિનેત્રી રાની મુખર્જીને સિનેમામાં 30 વર્ષની કારકિર્દી બદલ વિશેષ સન્માન મળ્યું.

આ વર્ષની નોમિનેશનમાં આમિર ખાન, રણવીર સિંહ, મમૂટી, દુલકર સલમાન અને રિષભ શેટ્ટી સહિતના દિગ્ગજ કલાકારો સામેલ હતા. બેસ્ટ ફિલ્મની દોડમાં ‘Haq’, ‘Kantara: A Legend – Chapter 1’, ‘Lokah Chapter 1: Chandra’, ‘Saiyaara’ અને ‘Sitaare Zameen Par’ જેવી ફિલ્મો હતી.