મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ…

0
276

અઝૂર એર લાઇન્સના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા સાથે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન અઝૂર એર લાઇન્સની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની માહિતી મળી હતી. લેન્ડિંગ બાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આજે મંગળવારે આ મામલે જામનગર કલેક્ટર ડૉ. સૌરભ પારઘીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ મળી નથી.જામનગરમાં ફ્લાઈટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. જેના પગલે વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર કલેક્ટર ડૉ. સૌરભ પારઘીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ફ્લાઈટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ મળી નથી. અંદાજે 2 કલાક બાદ ફ્લાઈટ ઉડાન ભરશે. ગઈકાલ રાત્રે 9 વાગ્યાથી અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા. દિલ્હીથી NSGની ટીમે પણ તપાસ કરી હતી.