યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવા ઉત્સવ – 2023-24માં ભાગ લેવા અંગે 

0
404

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ-૨૦૨૩-૨૪ આગામી સમયમાં યોજાનાર છે. આ માટે ૧૫ થી ૨૯ વર્ષની વય જુથમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. યુવા ઉત્સવમાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા સુધી સ્પર્ધા યોજાશે.
યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાના સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદપુર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઇ, લોક વાર્તાની સ્પર્ધાઓ યોજાશે. કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્ર કલા જ્યારે સાંસ્કૃતિક વિભાગમાં લગ્ન ગીત, હળવું કંઠય સંગીત, લોકવાદ્ય, ભજન, સમુહગીત, એક પાત્રીય અભિનય સહિતના કાર્યક્રમોની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત સીધી જિલ્લા કક્ષાએ સાંસ્કૃતિક વિભાગની સ્પર્ધાઓમાં શીઘ્ર વકતૃત્વ (હિન્દી-અંગ્રેજી), લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી, શાસ્ત્રીય કંઠય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનીયમ (હળવું) અને ગીટાર વાદન તેમજ ભરતનાટ્ટ્યમ, મણીપુરી, ઓડીસી, કથ્થક, કુચીપુડી સહિતના શાસ્ત્રીય નૃત્યની સ્પર્ધા યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ અને ઉમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઇલ આઇ.ડી લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૩૧-૦૭-૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, સહયોગ સંકુલ, “સી” વિંગ્સ, છઠ્ઠો માળ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતે જમા કરવાના રહેશે. યુવા ઉત્સવના ફોર્મ અને નિયમો કચેરીના બ્લોગ આઇ.ડી http://youthofficergandhinagar.wordpress.com/ ઉપરથી પણ મેળવી શકાશે. તા.૩૧-૦૭-૨૦૨૩ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.