યુવાનોનું ટોળુ ખાંભી મૂકવા દરરોજ નીકળતું પણ પોલીસ ધરપકડ કરી લેતી

0
1050

1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ. આજે 1લીમે ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે 1956માં લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક ગોળીબાર શરુ થયો. જેના કારણે આ આંદોલન લોહીયાળ બન્યું આ ઘટનામાં શહીદ થયેલા યુવાનોની યાદીમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ સ્મારક એટલે કે ખાંભી બનાવવા માટે 1958માં 226 દિવસ લાંબો ‘ખાંભી સત્યાગ્રહ’ ચાલ્યો હતો. આ અંગે ઈતિહાસવિદ્ અને ભો.જે વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાએ સિટી ભાસ્કરને આ વિશે જણાવ્યું હતુ.

1956માં ગુજરાત રાજ્યની માંગણી સાથે અમદાવાદના તત્કાલીન કોંગ્રેસ ભવન પાસે પહોંચેલા કેટલાંક વિદ્યાર્થીઓ પોતાની વાત શાંતિમય રીતે રજૂ કરી રહ્યાં હતા. તેવા જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. વિદ્યાર્થીઓ કશું સમજે તે પહેલા જ બનાસકાંઠાના પૂનમચંદ નામના યુવાનને માથામાં ગોળી વાગતા તે મૃત્યુ પામે છે. પૂનમચંદ સાથે ગોળીબારમાં સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી કૌશિક ઈન્દુલાલ વ્યાસ, ઠાકર્સ હાઈસ્કૂલમા ભણતો વિદ્યાર્થી સુરેશ જયશંકર ભટ્ટ અને મુસ્લિમ યુવાન અબ્દુલ પીરભાઈને પણ ગોળી વાગતા તમામ શહીદ થાય છે અને તેમની યાદમાં શહીદ સ્મારક બનાવવાની વાત ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here