રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ ના ટ્રેલરની ડેટ જાહેર….

0
83

રણબીર કપૂર સ્ટારર અને નિતેશ તિવારી નિર્દેશિત મોસ્ટ અવેટેડ પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’ ના ઓફિશિયલ ટ્રેલર રિલીઝની તારીખ જાહેર કરાઈ છે. આ મેગા બજેટ ફિલ્મનું ટ્રેલર 24 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેમાં સની દેઓલ અને યશ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી મેગા બજેટ પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’ ને લઈને સિનેમાપ્રેમીઓ માટે એક મોટા અને ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલો મુજબ, દિગ્દર્શક નિતેશ તિવારીની આ મહત્વાકાંક્ષી ફિલ્મની ટ્રેલર રિલીઝ ડેટની સત્તાવાર ઘોષણા મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક ભવ્ય પોસ્ટ સાથે કરી દેવામાં આવી છે.આ વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે રામાયણનું પ્રથમ સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારે રણબીર કપૂરના લુકના ખૂબ વખાણ થયા હતા. તેમના ચહેરા પરની માસૂમિયત અને આંખોના તેજે દર્શકોના દિલ જીતી લીધા હતા. જો કે, ટીઝરમાં બતાવવામાં આવેલા વીએફએક્સ (VFX) ના કારણે ઘણા સિનેમાપ્રેમીઓને થોડી નિરાશા સાંપડી હતી.પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મેકર્સે દર્શકોના ફીડબેકને ખૂબ જ ગંભીરતાથી લીધા છે અને તમામ ખામીઓને સુધારીને પૂરી તૈયારી સાથે ટ્રેલર રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આ 24 જુલાઈએ રિલીઝ થનારા ટ્રેલરમાં દર્શકોને સાઉથ સુપરસ્ટાર યશનો રાવણ અવતાર પણ જોવા મળી શકે છે, જેની લાંબા સમયથી ગુપ્તતા જાળવવામાં આવી છે. આ સિવાય સની દેઓલ પણ હનુમાનના દમદાર પાત્રમાં જોવા મળશે.