રશિયાનું ‘લુના-25 મિશન’ થયું ક્રેશ…

0
115

રશિયાનું મૂન મિશન `લુના-25` ક્રેશ થવાને કારણે રશિયાના જાણીતા સ્પેસ વૈજ્ઞાનિકની તબિયત લથડી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.લગભગ અડધી સદી જેટલા સમય બાદ રશિયાએ ચંદ્રની સપાટી પર ઊતરવાની આશા રાખી હતી. પરંતુ હવે રશિયાની આ આશા તૂટી ગઈ છે. રશિયાનું ચંદ્ર મિશન `લુના-25` ક્રેશ થઈ ગયું હતું. ‘લુના-25’ ક્રેશ (Luna-25 mission crashed) થઈ જવાથી રશિયન સ્પેસ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મિશન અસફળ થવાને કારણે રશિયાના જાણીતા સ્પેસ વૈજ્ઞાનિકની   તબિયત લથડી છે. તેમની તબિયત બગડતાં જ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે રશિયાનું ‘લુના મિશન’ ક્રેશ થયું તેના થોડાક જ કલાકો બાદ રશિયાના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી ગઈ હતી. આ વૈજ્ઞાનિકની ઉંમર 90 વર્ષ છે. તેમની અચાનકથી જ તબિયત બગડી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.