પીએમ મોદી 8-9 જુલાઈએ રશિયાના પ્રવાસે જશે. માનવામાં આવે છે કે પુતિન પીએમ મોદી સાથે રશિયાના સુખોઈ-57ને લઈને વાત કરી શકે છે. જે બાદ પીએમ ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે. પીએમ મોદીની આ પહેલી ઓસ્ટ્રિયા મુલાકાત હશે. છેલ્લા વડાપ્રધાન 40 વર્ષ પહેલા આ દેશની મુલાકાતે આવ્યા હતા. PM નરેન્દ્ર મોદી 8-9 જુલાઈના રોજ રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થશે અને યુક્રેન યુદ્ધ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. માનવામાં આવે છે કે આ વાતચીત દરમિયાન પાંચમી પેઢીના ફાઈટર જેટને લઈને ચર્ચા થઈ શકે છે. પુતિન રશિયાના સુખોઈ-57ને લઈને પીએમ મોદી સાથે વાત કરી શકે છે.