રાજકોટથી ભાજપના હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

0
209

Tiranga Yatra નો શુભારંભ આજે રાજકોટના રેસકોર્સથીહજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલેઆજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો કરાવ્યો હતો.
મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.સૌ મહાનુભાવોએ સૌપ્રથમ Rajkot રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, “ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. આ ભૂમિ આપણી આંતરિક ચેતનાને પ્રજ્જવલિત કરે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી.”