રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગી ભીષણ આગ, બાળકો સહિત 24ના મોત

0
291

રાજકોટ શહેરમાં સ્થિત ટીઆરપી ગેમિંગ ઝોનમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગી ગઈ છે. જેમાં અનેક લોકોના જીવતાં બળીને મૃત્યુ થયું છે. મૃતકોમાં મોટાભાગે બાળકો અને યુવાનોની સંખ્યા છે, જે ત્યાં ફરવા ગયા હતા. રાજકોટ શહેરમાં સ્થિત ટીઆરપી ગેમિંગ ઝોનમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગી ગઈ છે. જેમાં અનેક લોકોના જીવતાં બળીને મૃત્યુ થયું છે. મૃતકોમાં મોટાભાગે બાળકો અને યુવાનોની સંખ્યા છે, જે ત્યાં ફરવા ગયા હતા. રાજકોટમાં શનિવારે બપોરે એક ગેમિંગ ઝૉનમાં ભીષણ આગ લાગવાથી 24 લોકોના જીવતા બળીને મૃત્યુ થયું છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતકોની સંખ્યા વધારે વધવાની શક્યતા છે. મૃતકોમાં અનેક બાળકો સામેલ છે, જે રજાઓને કારણે ત્યાં ફરવા ગયા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનને બચાવ અને રાહત કાર્ય કરવા અને ઈજાગ્રસ્તોની સારવાર માટે તરત વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે. હાલ આગ લાગવાના કારણની હજી માહિતી મળી નથી.