રાજકોટમાં રોગચાળાથી સિવિલ દર્દીઓથી ઉભરાઈ, લોબીમાં બેડ પાથરી સારવાર શરૂ

0
1228

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે ઘેરઘેર માંદગીના ખાટલા છે અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે તંત્રતો સબસલામતના જ દાવા કરી રહ્યુ છે. પણ ખુદ સરકારી હોસ્પિટલમાં જ બધા બેડ ભરાયાઈ ગયા છે ત્યારે હોસ્પિટલના કોરિડોરમાં એક્સ્ટ્રા બેડ પાથરીને દર્દીઓની સારવાર કરાઈ રહી છે. આ મામલે વિપક્ષ આક્ષેપ કરી રહી છે કે તંત્ર રોગચાળાના આંકડા ખોટા બતાવી રહ્યુ છે ત્યારે ડોક્ટરોએ પણ પત્રકારો સાથે આ મુદ્દે ગેરવર્તન કરી લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની ફુટેજ લેવા મામલે બબાલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here