રાજ્યના સરહદી વિસ્તાર સહીત 18 જિલ્લામાં મોકડ્રિલ…..

0
106

કેન્દ્ર સરકારે દેશના મોટા મોટા શહેર સહિત ગુજરાતમાં પણ ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કર્યું છે. હાલ આ મોકડ્રિલ ગુજરાતના 18 જિલ્લાઓ અને ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ચાલી રહી છે. જે અંતર્ગત રાત્રે અડધી કલાક બ્લેકઆઉટ પણ કરાયું હતું.યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિમાં સામાન્ય નાગરિકોને પોતાનો સ્વ બચાવ કરવા માટે કેન્દ્ર સરકારે દેશના મોટા મોટા શહેર સહિત ગુજરાતમાં પણ ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કર્યું છે. આ મોકડ્રિલનો ઉદ્દેશ દુશ્મન દેશ દ્વારા સંભવિત હવાઈ હુમલા, ડ્રોન કે મિસાઈલ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિકોની તૈયારીની ચકાસણી કરવાનો છે. આજે 31 મેના રોજ સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી આ કવાયતમાં રાત્રે 8થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ પણ કરાયું હતું.