રાજ્યના સવા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ

0
1118

રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા ન સુવું પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુનિશ્ચિત કરી છે. આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આવતીકાલ, 1 એપ્રિલથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીએ કરી છે. તેમણે કહ્યું કે, આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here