રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનો પારો વધવાની આગાહી

0
1023

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં એક તરફ લોકડાઉનના પગલે રોજગાર-ધંધા ઠપ થઇને પડ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનો પારો વધવાને અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે.રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. તો કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો રાજ્યમાં આગામી 48 કલાકમાં મોસમ બદલી મિજાજ બદલી શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીનો પારો ઉંચે જઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here