રાજ્યના 6.90 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 6મા પ્રવેશ માટે આપશે એન્ટ્રન્સ ટેસ્ટ

0
181

આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ. જૂન 2023 થી રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ, 75 જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, 20 જ્ઞાનશક્તિ સ્કૂલ અને 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ થશે. આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 6.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી OMR પદ્ધતિથી એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. ધોરણ 6 થી 12 સુધી બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.પરીક્ષા બાદ મેરિટના આધારે બાળકોને અલગ અલગ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન માટે ખંડ નિરીક્ષક તેમજ દરેક પ્રાથમિક શાળાના એક શિક્ષકને નોડલ તરીકે નિમણુંક કરાઈ છે. BRC, CRC અને TPO સ્તરે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર લાવવા લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓના બાળકોને સવારે 9 વાગે શાળાએથી પરીક્ષા સેન્ટર પર શિક્ષકો બસ મારફતે લઈ જશે. પરીક્ષા પૂર્ણ થાય એટલે તમામ બાળકોને પરત શાળાએ લાવી, વાલીઓને સોંપવામાં આવશે. નવોદય અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે જે રીતે બાળકોની પરીક્ષા યોજાય છે એ મુજબ જ જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાઓના ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.