રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે….

0
413

દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ કરાવાશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓએ કરવાની થતી પ્રવૃતિ અને ડ્રીલ અંગે વિસ્તૃત પરિપત્ર કરાયો છે.તેમજ શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ વિવિધ પ્રવૃતિઓ વિગતો સાથે પરિપત્ર કરાયો છે. તેમજ એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃતિઓ પર સ્પષ્ટતા થશે. જુલાઈ માસથી જ શનિવારે બેગલેસ-ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના આપી છે.