રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત

0
20

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાએ (Summer) પોતાના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અંગ દઝાડતી ગરમી અને હીટવેવ (Heatwave) જેવી સ્થિતિ સર્જાવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી પડશે.