રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 16794 પર પહોંચ્યો

0
665

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 412 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 621 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 16794 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1007 થયો છે.

આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ – 284, સુરત- 55, વડોદરા- 28, ગાંધીનગર- 12, અરવલ્લી 6, બનાસકાંઠા-3, રાજકોટ-3, પંચમહાલ- 3, સાબરકાંઠા-3, આણંદ- 2, પાટણ- 2, જામનગર- 2, છોટા ઉદેપુર -2, ભાવનગર -1, મહીસાગર- 1, કચ્છ -1, પોરબંદર-1, અમરેલી -1, અન્ય રાજ્યના -2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 24 અને ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1007 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યારે આજે 621 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9230 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 6119 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 6057 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 5 હજાર 780 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,53, 845 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,45,701 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 8144 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here