રાજ્યમાં કુલ 24,104 કેસ, મૃત્યુઆંક 1500ને પાર

0
953

રાજ્યમાં કોરોના માહામારીને પગલે લોકો ભયમાં જીવી રહ્યા છે. દરરોજ 400થી 500ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં ઓછી થતી જણાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 24,104 કોરોનાના કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,449 થયો છે. જ્યારે કુલ 16,672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 400 કેસ નોંધાયા અને 31 દર્દીના મોત થયા છે. જ્યારે 390 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાના કારણે રાજ્યમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, ભાવનગર અને પાટણમાં એક-એકનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 1449 લોકોએ જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here