રાજ્યમાં કોરોનાના કુલ 169 દર્દી : મૃત્યુઆંક વધીને 14 પર

0
892

રાજ્યમાં કોરોના વાયરસથી આજે વધુ બે દર્દીના મોત થયા છે. પાટણ બાદ સુરતમાં પણ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. સુરતના રાંરેતમાં 52 વર્ષીય રશીદ પઠાણનું મોત થયું છે. આ સાથે જ સુરતમાં અત્યાર સુધી કુલ ત્રણના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 165 છે.
આ પહેલા પાટણ માં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય યુવકનું ધારપુર સિવિલમાં મોત થયું હતું. આ યુવક મુંબઈથી આવ્યો હતો.આજે રાજ્યમાં વધુ 19 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 165 દર્દી થયા છે. જ્યારે કોરોનાથી સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદ- 05, સુરત- 03, ભાવનગર- 02, વડોદરા- 02, પંચમહાલ- 01, પાટણ- 01નાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here