રાજ્યમાં નવા 398 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીના મોત નીપજ્યાં છે અને 176 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. કોરોનાની અપડેટ વિગતો જણાવતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12539 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુંઆંક 749એ પહોંચ્યો છે અને 5219 દર્દીને અત્યારસુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં 3-3, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં 2-2, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા 30 મોતમાં 15નું માત્ર કોરોનાથી તો 15 મૃતક દર્દી અન્ય બીમારી પણ ધરાવતા હતા. અત્યારસુધીમાં કુલ 12539 કેસ નોંધાયા છે. જેમાંથી 47 વેન્ટિલેટર પર, 6524 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12539 પોઝિટિવ અને 148233 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.