
રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભાવનગરમાં એક અને આજે સવારે પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 165એ પહોંચ્યો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.