રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 6,245, 368ના મૃત્યુ

0
754

રાજ્યના 32 જિલ્લા કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને માત્ર અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો છે. આ ઉપરાંત ગોંડલમાં એક અને ભાવનગરમાં એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5807 થઇ છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તેજ ગતિથી ચાલી રહી છે. સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડાક દિવસો લાગી શકે છે. આ દરમિયાન તંત્રને સહકાર આપો, પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જૂઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં. કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે. ગઇકાલે સુરતના પલસાણામાં જે સંઘર્ષ થયો હતો તેમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વતન જવા માગતા લોકો જેલમાં ન પહોંચે અને શાંતિથી પોતાના વતન પહોંચે એ માટે પોલીસ અને વ્યવસ્થા તંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here