રાજ્યમાં કોરોનાના કેસોમાં જરા પણ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 396 કેસ નોઁધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે, તો 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 136699 જ્યારે મૃત્યુઆંક 829એ પહોંચ્યો છે. રાજ્યમાં 6169 દર્દીઓને અત્યારસુધીમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, જૂનાગઢ 8, ગીર-સોમનાથ 6, અવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4-4, આણંદ- તાપીમાં 3-3, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, મોરબી, પોરબંદર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં 13669 પોઝિટિવ કેસ નોઁધાયા છે. જેમાંથી 73 વેન્ટિલેટર પર, 6598ની હાલત સ્થિર, 6169 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 829 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.