રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત

0
173

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે જેના અનેક કારણો હોઇ શકે છે પણ ખાસ કરીને ચિંતા એટલે વધી રહી છે કે કિશોર અને યુવા વર્ગ તેનો શિકાર બની રહ્યા છે. રાજકોટમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે રૈયા રોડ પર એક બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો છે. તેમને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ તેમનું મોત થયું હતું.

સુરતમાં પણ વીતેલા 24 કલાકમાં હાર્ટ એટેકમાં 2 વ્યક્તિના મોત

અમદાવાદના હાથીજણમાં ગરબા દરમિયાન યુવકનું મોત થયું છે. આ ઉપરાંત દ્વારકા, મોટા અંબાલા અને રામનગરમાં પણ મળીને 3 યુવકના મોત થયા છે. સુરતમાં પણ વીતેલા 24 કલાકમાં હાર્ટ એટેકમાં 2 વ્યક્તિના મોત થયા છે.

વડોદરાના હરણી વિસ્તારમાં પણ ગરબા રમતા 1નું મોત

બીજી તરફ વડોદરાના હરણી વિસ્તારમાં પણ ગરબા રમતા 1નું મોત થયું છે. ડભોઇમાં પણ 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. નવસારીમાં પણ ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકના કારણે 1 યુવકનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. નવરાત્રીના માહોલ વચ્ચે યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સા વધતાં ચિંતા જોવા મળી રહી છે.

કેસ વધતાં ચિંતા

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેકના કેસ વધતાં તંત્રએ દરેક ગરબા મહોત્સવમાં એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ તૈનાત રાખવાનો ગરબા આયોજકોને કહ્યું હતું. તબીબી આલમમાં પણ વધતા જતાં હાર્ટ એટેકના કેસ ચિંતાનો વિષય બન્યા છે.