રાજ્યમાં ફરી એકવખત વરસાદી સિસ્ટમ સક્રિય…

0
1981

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ તારીખોમાં અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન એક્સપર્ટનું કહેવું છે.એક અઠવાડિયુ દ.ગુજરાતમાં અતિભારે અન્ય ભાગોમાં હળવા વરસાદની આગાહી રાજ્યમાં વરસાદના વિરામ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેથી રાજ્યમાં સાર્વત્રીક વરસાદ વરસવાની શક્યતાઓ છે.19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. ત્યારબાદ 26 સપ્ટેબર સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદનું જોર વધશે. જેમા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે.આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરના કવાંટ અને નસવાડીમાં વરસાદ નોંધાયો હતો. કવાંટમાં સવારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ, તો નસવાડીમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here