રાજ્યમાં વરસાદનો બ્રેક, આ તારીખથી મેઘરાજા ફરી જમાવટ કરશે

0
441

રાજ્યમાં વરસાદનો લાંબો બ્રેક લાગી ગયો છે. જેના કારણે બફારો અને ગરમીમાં વધારો થયો છે. શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 11 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
ફક્ત 9 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 8 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 11 મીમી, ઉમરગામમાં 7 મીમી, કાંવટ, સંખેડા, પડઘરીમાં 2 મીમી, ગણદેવી, વલસાડ, પારડી અને ઉનામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.