રાજ્યમાં પોલીસ અધિકારીઓની બઢતીને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. DGP વિકાસ સહાય (Vikas Sahay) દ્વારા આ આદેશ કરાયો છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.રાજ્યમાં પોલીસ ખેડામાં પ્રમોશનને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા આ આદેશ કરાયો છે. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 33 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-3 ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયાર) વર્ગ-2 તરીકે હંગામી ધોરણે બઢતી આપવાનાં આદેશ કરાયા છે.