રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માં રેગિંગને રોકવા HC માં ઠરાવ જાહેર કર્યો….

0
250

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમણે ઉચ્ચ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની સમસ્યાને કાબૂમાં લેવા માટે એક ઠરાવ બહાર પાડ્યો છે. ત્યારે તેનું પાલન કરાવવા માટે સૂચન પાઠવ્યા છે.એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશોની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જારી કરાયેલા નિયમોના આધારે સરકારી ઠરાવ (GR) જારી કરવામાં આવ્યો છે.ગયા વર્ષે જાન્યુઆરીમાં એક અખબારમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે એક SUO MOTO PIL ની સુનાવણી કરવામાં આવી હતી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મેડિકલ કોલેજોનો સવાલ છે ત્યાં સુધી સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોના આધારે આગામી થોડા દિવસોમાં GR દાખલ કરશે. ગુજરાત શિક્ષણ વિભાગે 19 માર્ચના GR દ્વારા સંસ્થા, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરે એન્ટિ-રેગિંગ સમિતિઓની રચના કરી છે.