નિમિત મલ્હોત્રાની ફિલ્મ રામાયણની લઈને છેલ્લા ઘણા સમયથી સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર 24 જુલાઈ એ લોન્ચ થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ લોન્ચ પોસ્ટપોન કરી દેવામાં આવ્યું. જેને લઈને ચાહકો નિરાશ થયા હતા. પરંતુ ત્યાર પછી રામાયણ ફિલ્મના ટ્રેલરની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. રામાયણ ફિલ્મનું ટ્રેલર ગ્લોબલી લોન્ચ થાય તે પહેલા જ ઓનલાઇન લીક થઈ ગયું છે. ફિલ્મ રામાયણનું ટ્રેલર જોવા માટે લોકો ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે લોકો માટે રામાયણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવે તે પહેલા જ ટ્રેલર લોન્ચ માટે એક પ્રાઇવેટ ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં પસંદગીના કેટલાક લોકોને બોલાવીને ટ્રેલર દેખાડવામાં આવ્યું હતું. ત્યાર પછી 24 જુલાઈએ અમેરિકાના સેન ડિએગોમાં આયોજિત ઇવેન્ટમાં પણ રામાયણ ફિલ્મનું ટ્રેલર દેખાડવામાં આવ્યું હતું.






