ગાંધીનગરના રૂપાલ ગામમાં ઐતિહાસિક પલ્લી યાત્રા ભવ્યતા અને શ્રધ્ધાના સાથે સંપન્ન થઈ છે. નવરાત્રિના નવમા દિવસે યોજાતી આ પલ્લી યાત્રા પ્રતિવર્ષ યોજાતી આ રૂપાલ ની પલ્લી છેલ્લા 5 હજાર વર્ષથી ચાલતી આવી રહી છે. પાંડવો પોતાના શસ્ત્રો રૂપાલ છુપાવ્યા હોવાનો ઇતિહાસ પણ રૂપાલ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે, પાંડવો પોતાની યુદ્ધની સામગ્રી આ વિસ્તારમાં છુપાવી હતી અને જ્યારે તેઓને અજ્ઞાતવાસથી મુક્તતા મળ્યી, ત્યારે તેમણે સૌ પ્રથમવાર પલ્લી યાત્રા શરૂ કરી હતી.