લોકસભા ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે આજથી પોસ્ટલ બેલેટ વોટિંગનો આરંભ….

0
165

ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક પ્રમાણે તા. ૨૯ એપ્રિલથી તા.૪ મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ફોર્મ-૧૨ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના નવથી સાંજના પાંચ કલાક દરમ્યાન સાતેય વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.ખાસ કરીને તાલીમ વખતે જ વોટીંગ થઇ શતે તે પ્રકારેની વ્યવસ્થા ગોઠવવામા આવી છે સાથે સાથે આખરી એક્સચેન્જ મેળા વખતે વોટીંગ કરેલા બેલેટ પેપરનું છેલ્લી વખતે એક્સચેન્જ કરવામાં આવશે.કોઈ પણ નાગરિક મતદાન કરવાના પોતાના અમૂલ્ય અધિકારથી વંચિત ન રહે તેવું આયોજન ચૂંટણી પંચ કરવામાં આવ્યું છે. આ માટે ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ અધિકારીઓ- કર્મયોગીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. ચૂંટણીમાં ૧૨ જેટલી સેવાઓના કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. જેમાં પોલીસ,એસઆરપી, વીજળી વિભાગ, રેલવે, આરોગ્ય વિભાગ જેવી આવશ્યક સેવાસાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ચૂંટણીકાર્યમાં જોતરાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આવેલી સાત વિધાનસભા વિસ્તારના કુલ ૧૬,૨૦૦ જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ ૧૨ ભરીને તેમની પાસેથી ડિમાન્ડ મેળવવામાં આવી હતી જે પ્રથમ એક્સચેન્જ મેળામાં જિલ્લા-સંસદીય વિસ્તાર પ્રમાણે આપ-લે કર્યા બાદ હરિફ ઉમેદવારોનું લીસ્ટ ફાયનલ થઇ ગયા પછી બેલેટ પેપર તૈયાર કરીને તેનું તાજેતરમાં એક્સચેન્જ મેળામાં આપ-લે કરવામાં આવ્યું હતું. હવે દરેક કર્મચારી પ્રમાણે તેને આપેલા જે તે જિલ્લા કે સંસદીય વિસ્તારની ડિમાન્ડ પ્રમાણેના બેલેટ પેપેર અંતિમ તાલીમ વખતે કર્મચારીઓને આપવામા આવશે અને કર્મચારીઓ પોતાનો મત તાલીમના સ્થળે જ આપીને ત્યાં ઉભા કરવામાં આળેલા મતદાન મથકમાં નાંખી દેશે. બાદમાં આ મતપેટીઓને ગણતરી માટે આખરી એક્સચેન્જ મેળામાં અદલા-બદલી કરવામાં આવશે. જે મતગણતરી વખતે પ્રથમ ગણતરીમાં લેવાશે.