વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ શરૂ કરી છે. આ બેઠક બપોરે 3 વાગે શરૂ થઈ છે. આ બેઠક બે તબક્કામાં થવાથી છે. બેઠકનો પહેલો તબક્કો 3થી 5.30 વાગ્યા સુધી ચાલશે અને બેઠકનો બીજો તબક્કો 6 વાગે શરૂ થશે અને કોઈ પરિણામ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
આ બેઠકમાં દરેક મુખ્યમંત્રીઓને તેમની વાત રજૂ કરવાનો મોકો મળશે. લોકડાઉનનો ત્રીજો ફેઝ 17 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આપવાની રણનીતિ, લોકડાઉનમાં છૂટછાટ આપવા અને આર્થિક ગતિવિધિને વેગ આપવા વિશે સુચન માંગશે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ હવે ઈકોનોમીને ગતિ આપવા માટે રાજ્યોનું કામકાજ શરૂ કરાવવા પર રહેશે.