વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સરપંચો સાથેનું વીડિયો કોન્ફરન્સિંગ શરૂ થયું છે. મોદી પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) પર દેશના તમામ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યાં છે. મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું.વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે આ દરમિયાન e-GramSwaraj પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સ્વામિત્વ યોજન પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસની કોશિશમાં ગતિ આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.