વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદીઓને આપી ભેટ : અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ

0
454

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે તેઓ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પ્રારંભ કરાવ્યા બાદ પીએમ મોદીએ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદના લોકોને આ નવી ભેટ આપી છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, આ બ્રિજની ડિઝાઇન અદભુત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા ‘અટલ બ્રિજ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.