વડોદરાના પ્રસિદ્ધ ‘United Way’ ગરબા આયોજકોની ઓફિસમાં GST વિભાગે શરૂ કર્યો સર્વે

0
1383

યુનાઇટેડ વેનાં આયોજકો હાજર ન હોવાને કારણે અને બહુ મોટા હિસાબ હોવાથી અહીં શનિવારને બદલે આજે તપાસ કરવામાં આવી છે,વડોદરા શહેરનાં વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે (United Way Navratri) ગરબા આયોજકો સામે સરવેની કામગીરી જીએસટી (GST) વિભાગે શરૂ કરી છે. શનિવારથી વિવિધ ગરબા આયોજનોમાં જીએસટી ટેક્ષની ચકાસણી ચાલી રહી છે. યુનાઇટેડ વેનાં આયોજકો હાજર ન હોવાને કારણે અને બહુ મોટા હિસાબ હોવાથી અહીં શનિવારને બદલે આજે તપાસ કરવામાં આવી છે. શનિવારે સરવેની કામગીરી મુલતવી રાખવા માટેની વિનંતીને ગ્રાહ્ય રાખીને વિભાગ દ્વારા ઓફિસ બહાર મેમો લગાડાયો હતો. ઉપરાંત બે ગાર્ડ ઓફિસ બહાર તૈનાત કરી દીધા હતા.

12 ઓક્ટોબરના રોજ એટલે શનિવારે જી.એસ.ટી ટીમ દ્વારા સરવેની કામગીરી માટે પહોંચ્યો હતા. પરંતુ સાહિત્યનો વ્યાપ વધારે અને સાંજનો સમય હોવાથી તપાસ સોમવાર પર મુલતવી રાખી હતી.એલેમ્બિક રોડ પર આવેલા યુનાઇટેડ વેનાં આયોજકો ખેલૈયાઓ પાસેથી પાસની ફી ઉઘરાવે છે. તેઓ મહિલાઓ પાસેથી 1500 અને પુરુષનાં 3500 રૂપિયા લે છે. આયોજકોનો દાવો છે કે અહીં નવરાત્રીમાં રોજનાં પચાસ હજાર જેટલા ખેલૈયાઓ ગરબા કરે છે.અહીં દેશ વિદેશમાંથી પણ ખેલૈયાઓ ગરબા રમવા આવે છે. આ ગરબા રાજ્યમાં તો ઠીક વિદેશો પણ પ્રખ્યાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here