વડોદરા અમદાવાદ એક્સપ્રેસ અકસ્માતમાં 10 લોકોના મોત

0
210

ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, આજે વલસાડ, સુરેન્દ્રનગર અને દ્વારકા બાદ હવે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગોજારો હતો કે, ઘટના સ્થળે જ 10 લોકોના મોત નીપજ્યાં છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ તરફ જતા કાર અચાનક ટ્રેલરની પાછળ ઘૂસી જવાથી અકસ્માત સર્જાયો છે.

અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.આ સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનુ પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. ટ્રેલર સાથે અથડાયેલી કાર કિરણ ગીરીશભાઈ ભટ્ટના નામે હોવાનું સામે આવ્યુ છે.