વડોદરા: નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો….

0
91

વડોદરા પાસેના નેશનલ હાઇવે 48 પર આવતા કરજણના ભરથાણા ટોલ નાકા પરથી વાહન લઇને જવું હવે વધુ મોંઘુ બનશે. એક મહિના પહેલા લેવાયેલા ભાવ વધારાના નિર્ણયની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી હવે કાર ચાલકોએ એક તરફનો રૂ. 155 નો ટોલટેક્સ ચુકવવો પડશે. આ સાથે અન્ય વાહનો પર પણ ભાવ વધારાનો બોજ પડનાર છે. અમદાવાદથી સુરત તરફ જતા-આવતા રૂટ પર વાહનોની ભારે અવર-જવર રહેતી હોય છે.25 નવેમ્બર 2024 ના રોજ નેશનલ હાઇવે 48 પર આવતા કરજણના ભરથાણા ટોલ નાકા પર અગાઉ મંજુર કરાયેલો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને પગલે હવે અહીંયાથી પસાર થતા તમામ વાહનચાલકોને ખીસ્સા પર તેનો બોજ પડશે. આ ભાવ વધારે એક મહિના પહેલા નક્કી કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઇ કારણોસર લાગુ કરવામાં આવ્યો ન્હતો. નવા ભાવ વધારા મુજબ પહેલા કારના રૂ. 105 હતા, જે હવે વધીને રૂ. 155 થયા છે. ફાસ્ટ ટેગ વગર કારનો ચાર્જ રૂ. 155 હતો. જે વધારીને રૂ. 310 કરી દેવામાં આવ્યો છે. મીની બસ અને ટેમ્પાનો જુનો ભાવ રૂ. 180 હતો, જે વધારીને 245 કરી દેવામાં આવ્યો છે. બસ અને ટ્રકનો જુનો ભાવ રૂ. 360 હતો, જે વધારીને રૂ. 410 કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે અન્ય કોમર્શિયલ વાહનોના ટોલના ભાવમાં પણ ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે.