વહેલી સવારે કચ્છમાં ધ્રુજી ધરતી: 4.2 તીવ્રતાનો ભૂકંપ…

0
245

સોમવારે સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR)એ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાની હાલ માહિતી મળી નથી.

ગાંધીનગર સ્થિત ISRએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે સવારે 6.38 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છના દુધઇ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. તે પહેલા સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું, ISR એ જણાવ્યું હતું.

કચ્છ, જે અમદાવાદથી લગભગ 400 કિમી દૂર છે, તે અત્યંત જોખમી ધરતીકંપના ક્ષેત્રમાં આવેલું છે અને ત્યાં ઓછી તીવ્રતાના ધરતીકંપો નિયમિતપણે આવે છે. આ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 13,800 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે જિલ્લાના વિવિધનગરો અને ગામડાઓમાં મિલકતોને ભારે નુકસાન થયું હતું.